યાદ આવો ત્યા રે, આનદ આવે ભારી૮/૮

યાદ આવો ત્યાં રે, આનંદ આવે ભારી.. ટેક.
મૂર્તિના સુખમાં બુડી જાઉ છું, નીકળી ન શકું બારી રે.. આનંદ૦ ૧
જીવલડે મારે જડી જ રાખું, મધુરી મૂર્તિ તારી રે.. આનંદ૦ ૨
મૂર્તિમાં રસબસ થઇ છું, બીજુ સર્વે વિસારી રે.. આનંદ૦ ૩
સહેજે આનંદ આપો છો શ્રીજી, સ્નેહે મુને સંભારી રે.. આનંદ૦ ૪
જ્ઞાનજીવનને હૃદયે રહેજો, સદા તમે સુખકારી રે.. આનંદ૦ ૫

મૂળ પદ

ભૂલો મારી રે, માફ કરો સુખકારી.

મળતા રાગ

પ્રીત પૂરવની રે નાથ ન મુકી દેજો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી