ઉગારોને વ્હાલા મને માયિક વિષયથી ૧/૧

 

ઉગારોને વ્હાલા મને માયિક વિષયથી.. ટેક.
સુણો મારી વાત ઝાલો મારો હાથ, અનુભવ સાથ તમારો સંગાથ, 
રોમે રોમ સાથ રહો મારા નાથ, 
ઉગારોને વ્હાલા મને મૃત્યુ કેરા ભયથી... પ્યારા૦ ૧
તમારું જ બળ રહો હર પળ, ટાળી માયા મળ કરોને નિરમળ, 
કરો કંઇ કળ તારો ભવજળ, 
ઉગારોને વ્હાલા મને માયા પરાજયથી... પ્યારા૦ ૨
પોકારે છે જ્ઞાન ઓ મારા ભગવાન, તમારું વિજ્ઞાન આપો મને દાન, 
તમે મારા પ્રાણ છોજી દયાવાન, 
ઉગારોને વ્હાલા મને સંસૃતિના ભયથી... પ્યારા૦ ૩

મૂળ પદ

ઉગારોને વ્હાલા મને માયિક વિષયથી

મળતા રાગ

પ્યારા મારા પ્રાણ, સુણોને સુજાણ,

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી