વડતાલે બિરાજયા રે હરિકૃષ્ણ મારા પ્રાણ, ૧/૧

વડતાલે બિરાજયા રે હરિકૃષ્ણ મારા પ્રાણ,
આવો આવો રે, આવો આવો રે.. ટેક.
વાટડી જોઉં છું વાલમ તારી, મૂર્તિ તારી સૌથી ન્યારી,
એ અવતારી આવો રે.. આવો૦ ૧
સર્વનું કારણ સ્વામિનારાયણ દર્શન વિના ઉદાસી નયન,
એ ઉદાસી મિટાઓ રે.. આવો૦ ૨
જ્ઞાનજીવનને આધાર તારો, ઉગારો વ્હાલા આવો પધારો,
એ પીયુ ! ના વિસારો.. આવો૦ ૩

મૂળ પદ

વડતાલે બિરાજયા રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી