તારામય રહેવાય, તારા ગુણ ગવાય૧/૬

 તારામય રહેવાય, તારા ગુણ ગવાય;
	તારા વિના બીજો મને ઘાટ નવ થાય...ટેક.
તારી મૂર્તિમાં રસબસ રહું, તારા વિના બીજું હું ના ચહું;
	સુખ તારું એક ગમે, રૂપ તારું એક ગમે;
	તુજ વિના ન રહેવાય...તારા૦ ૧
તમે કરોને મુજમાં આરામ, મારો થાઓને તુજમાં વિરામ;
	મારા મનમાં એવું ગમે, એકમેક હું ને તમે;
	મહા આનંદ લહેરાય...તારા૦ ૨
જ્ઞાનજીવન છે દાસી તમારી, મારા વાલમ લો હેતે સ્વીકારી;
	સ્ફૂરે તારું એક રૂપ, રહું તુંમાં તદરૂપ;
	બીજું કાંઈ ના દેખાય...તારા૦ ૩
 

મૂળ પદ

તારામય રહેવાય, તારા ગુણ ગવાય

મળતા રાગ

સુખકારી છે આનંદકારી છે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી