સહજાનંદ સ્વામી, ટાળોને મારી ખામી૨/૬

 સહજાનંદ સ્વામી, ટાળોને મારી ખામી;
	તારા વિના બીજે મારું મન નો જાય...ટેક.
રહે સદાયે ચિંતવન તારું, તારી મૂર્તિ હું સ્નેહે સંભારું;
	મારે રહેવું તુજ માંય, મારે જાવું નથી ક્યાંય;
	કરો કૃપા હરિરાય...સહજાનંદ૦ ૧
માગું માગું વળી વળી માગું, લળી લળી ચરણે હું લાગું;
	મળો કેવળ તારું સુખ, બીજે મળો મને દુ:ખ;
	એવું કરો સુખદાય...સહજાનંદ૦ ૨
સર્વોપરી છો સુખનો ભંડાર, તમે પ્રીતમ છો ભક્તિકુમાર;
	જ્ઞાનજીવન માંગે એમ, તારા સુખમાં રહું જેમ;
	એવું કરો મારા રાય...સહજાનંદ૦ ૩ 
 

મૂળ પદ

તારામય રહેવાય, તારા ગુણ ગવાય

મળતા રાગ

સુખકારી છે આનંદકારી છે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી