શ્રીજી મહારાજ, માગુ એવુ આજ૩/૬

શ્રીજી મહારાજ, માંગુ એવું આજ;
મૂર્તિ વિના બીજુ મને આપશો મા કાંઇ.. ટેક.
દેવું હોય તો દેજો તવસુખ, બીજુ ન દેજો કહું મુખો મુખ;
મારા ટાળો બીજા સુખ, મને આપો બધે દુઃખ,
લાગે મૂર્તિ સુખદાય.. શ્રીજી૦ ૧
જ્યારે આત્યંતિક લય થાય, તુજ વિના નથી રહેતું કાંય;
એને પામીને શું કરુ, કે જે નથી રહેનારુ,
માટે મળો તમે રાય.. શ્રીજી૦ ૨
હવે કહું હું કેટલું પોકારી, દયા કયાં ગઇ છે જીવન તમારી;
દયા લાવી ભગવાન, સુખી કરો આજ જ્ઞાન,
રાખી તારી મૂર્તિમાંય.. શ્રીજી૦ ૩

મૂળ પદ

તારામય રહેવાય, તારા ગુણ ગવાય

મળતા રાગ

સુખકારી છે આનંદકારી છે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી