આજ નવલ કનૈયે ચુનરી રંગ ડારી.....૨/૪

આજ નવલ કનૈયે, ચુનરી રંગ ડારી....               આ....
મગ બીચ ભેટ્યો છેલ ગુમાની, કર કંચન પિચકારી,
દોરી કે આયો નંદદુલારો, ઉરમેં અચાનક મારી.                 આ ૧
ભર જોબન દેખી નવલ ભામની, નટવર નયન નિહારી,
અબીર ગુલાલ ડાર્યો હે મુખ પર્ય, બસ કરી કે બનવારી.     આ ર
રૂપ દેખી ઘનશામ પિયાકો, પરવશ ભઇ પનીહારી,
એક ટગ હેરી રહી અવિનાશી, ગુનસાગર ગિરધારી.            આ ૩
ગ્વાલ બાલ સંગ ખેલત હોરી, લીલા અલૌકિક ભારી,
દેવાનંદ એહી સુખકો મહિમા, બરનત શેષ લજારી.            આ ૪

 

મૂળ પદ

બાવરે રંગ બોરી મેરી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી