આપો એવી શકિત, હું કરુ તવ ભકિત૪/૬

 આપો એવી શકિત, હું કરુ તવ ભકિત;
તારા વિના શ્રીજી મારે નથી જોતું કાંઇ.. ટેક.
કરગરીને કહું વારેવારે, મારે રહેવું છે તમારી હાંરે;
સુણો સુણો મારી વાત, મારા શ્રીજી સાક્ષાત્, 
મૂરતિમાં સુખ થાય.. આપો૦ ૧
મુખ જોતે જોતે દિનરાત, તારી સાથે કર્યા કરુ વાત;
તારા વિના બીજો ઘાટ, મને થાય છે શા માટ, 
મારું સર્વે નાશ થાય.. આપો૦ ૨
આપો આપો વ્હાલા પ્રેમપૂર્ણ, તારી મૂર્તિથી રહું સંપૂર્ણ, 
મને એવું હેત થાય, બીજુ સર્વે ભૂલાય જાય, 
એક તારું જ્ઞાન થાય.. આપો૦ ૩

મૂળ પદ

તારામય રહેવાય, તારા ગુણ ગવાય

મળતા રાગ

સુખકારી છે આનંદકારી છે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી