હું આવુ તારે કામ, એવુ કરો ઘનશ્યામ૬/૬

હું આવું તારે કામ, એવું કરો ઘનશ્યામ;
મુંથી મારા વાલમ સદા તુંને સુખ થાય.. ટેક.
મારે ઉમેરવો આનંદ તમારો, મારા જીવ સ્વીકારો જીવ મારો;
મને રાખો ગમે તેમ, તમને થાય સુખ જેમ,
મારી એજ છે ઇચ્છાય.. હું આવું૦૧
મારું અસ્તિત્વ છે તારે ખાતર, તને ગમે તેમ મને તું વાપર;
હું તો છું તમારો ભોગ, કરો મારો ઉપયોગ,
જો જો મોડું નવ થાય.. હું આવું૦ ૨
મારો ધર્મ છે તમને રીજાવા, ના વિચારાય મારે રાજી થાવા;
મારું મારાપણું હાય, તારે માટે વિસરાય,
જ્ઞાન હુંને ભૂલી જાય.. હું આવું૦૩

મૂળ પદ

તારામય રહેવાય, તારા ગુણ ગવાય

મળતા રાગ

સુખકારી છે આનંદકારી છે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી