દાસી થઇને રહેવુ મારે, શ્રીજી તમારે કાજ જો૨/૪

દાસી થઇને રહેવું મારે, શ્રીજી તમારે કાજ જો;
શ્રીજી તમારે કાજ જો, મારે હૈયે તમારું રાજય જો.. દાસી૦ ૧
હૈયે હોંશ અતિશે વ્હાલા, આવું તમારે કામ જો;
આવું તમારે કામ જો, હરિ તમને હો આરામ જો.. દાસી૦ ૨
એવા કયાંથી ભાગ્ય મારા, સેવા તમારી મળે જો;
સેવા તમારી મળે જો, મારા સર્વે સુકૃત ફળે જો.. દાસી૦ ૩
જ્ઞાનજીવનના સ્વામી વ્હાલા, સર્વેનું કારણ જો;
સર્વેનું કારણ જો, મારા પ્યારા સ્વામિનારાયણ જો.. દાસી૦ ૪

મૂળ પદ

સહજાનંદ સ્વામી મને, સેવા તમારી આપજયો

મળતા રાગ

બેસવું હોય તો બેસી જાજો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી