તમારી પાસે શ્રીજી મારે, માગવુ નથી કાઇ જો૪/૪

તમારી પાસે શ્રીજી મારે, માંગવું નથી કાંઇ જો;
માંગવું નથી કાંઇ જો મારે, આપવું છે સદાય જો.. તમારી૦ ૧
તન મન ધન ને આત્મા મારો, સર્વ છે તમારું જો;
સર્વ છે તમારું જો, શું આપું નથી કાંઇ મારૂ જો.. તમારી૦ ૨
હરિ તમો છો મારા શ્રીજી, હું તો છું તમારી જો;
હું તો છું તમારી જો, કોઇ વસ્તુ નથી મારી જો.. તમારી૦ ૩
જ્ઞાનજીવનના ભાગ્ય છે મોટા, સ્વીકાર્યો મારો હાથ જો;
સ્વીકાર્યો મારો હાથજો, મને મળ્યા છો સમરથ નાથજો.. તમારી૦ ૪

મૂળ પદ

સહજાનંદ સ્વામી મને, સેવા તમારી આપજયો

મળતા રાગ

બેસવું હોય તો બેસી જાજો

રચયિતા

જ્ઞ��નજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી