એ પ્યારા, પીયુ મારા, પુરો મારી હામ તારે કાજે ઘેલી થઇ છું, રૂપાળા ઘનશ્યામ ૧/૧

  
એ પ્યારા, પિયુ મારા, પૂરો મારી હામ;
	તારે કાજે ઘેલી થઈ છું, રૂપાળા ઘનશ્યામ...ટેક.
તમે છો મારા હું છું તમારી, હરિવર ઓ હેતાળા;
	તમારા સુખમાં ડુબાડી દ્યોને, ચુંબન લઈ સુખાળા...એ પ્યારા૦ ૧
સમાવી લોને મને તમોમાં, સમાય જાવ તમે હુંમાં;
	નથી ઉપસવું જગમાં મારે, જાઉં છે ડુબી તુંમાં...એ પ્યારા૦ ૨
જ્ઞાનજીવનની આશા પૂરો, રહો તમે મારે એક;
	બીજું મારું ટળોને સર્વ, તન ભાન જ્ઞાન વિવેક...એ પ્યારા૦ ૩
 

મૂળ પદ

એ પ્યારા, પીયુ મારા, પુરો મારી હામ

મળતા રાગ

એ આવ્યા આ આવ્યા જુઓ આવ્યા નાથ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પિયુ પધાર્યા
Studio
Audio
0
0