તીર્થે જાને રે તું તો તીર્થે જાને,..૬/૬

તીર્થે જાને રે તું તો તીર્થે જાને,
મૂઢ જા જા જા જા રે તું તો તીર્થે જાને. ટેક
કપટ માન મેલી દાસ પ્રભુનો થાને,
ભાંગ્ય હોકો ને અફીણ તજી હરિગુણ ગાને. મૂઢ ૧
સંત સાચાની વાત કથા સાંભળને કાને,
નારાયણનું નામ લેતો ગંગાજી ન્હાને. મૂઢ ર
બાળપણું ને જોબન ગયું વૃદ્ધ થયો વાને,
પ્રગટ ભજી પાર પામ્યો ભટકે છે શાને. મૂઢ ૩
પદ છમાં શિખામણ દીધી સુખ લેવા ધાને,
દેવાનંદ કહે ઝેર તજી અમૃત ખાને. મૂઢ ૪

મૂળ પદ

કાળનાં ગડે નગારાં

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
0
0