સખી ગણપતિ પૂજવા કાજ સૌ મળી જાયેં રે, ..૧/૪

સખી ગણપતિ પૂજવા કાજ, સૌ મળી જાયે રે,
વધે માન ને મોટપ્ય લાજ, સુખીયા થાયે રે,
ચાલે ભેળી થઇ ભામની રે, સરવે સૈયર્નો સાથ,
ઉભા રે'શું જઇને આંગણે રે, નવનિધિનો જોવાને નાથ . સખી૦ ૧
ઢોલ દદામાં વાજતા રે, ગાવો મંગળ ગીત,
થાળ ભરો સગ મોતીયે રે, રાજી કરવાની રૂડી રીત. સખી૦ ર
ભાદરવા સુદ ચોથ્યનું રે, ઉત્તમ વ્રત અભિરામ;
પુજીયે ગણપતિ દેવને રે, કરે પૂરણ વાંછિત કામ. સખી૦ ૩
સિંદુર સેવા શોભતિ રે, સાથ લીયો શણગાર;
દેવાનંદના નાથને રે, પ્રેમે પુજીયે વારમવાર. સખી૦ ૪

મૂળ પદ

સખી ગણપતિ પૂજવા કાજ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિરેન ફીચડીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0