નથી મારે થાવું તમારા દાસ, રહેવું મારે તમારા દાસના દાસ; ૧/૧

નથી મારે થાવું તમારા દાસ, રહેવું મારે તમારા દાસના દાસ;
એવી મારી આશ પુરો.. ટેક.
વાલા મને રાખજો એમ તમે ખાસ,
રહું હું તો દાસનો થઇને દાસ.. એવી૦ ૧
રહે કોઇ દાસનો થઇને દાસ,
તેની સંગે રાચો છો તમે ખાસ.. એવી૦ ૨
નથી કોઇ દાસના દાસને વિઘન,
એની માથે રાજી રહો છો ભગવંત.. એવી૦ ૩
રહે મારા ઉપરી તમારા દાસ,
એવી મારે હૈયે છે હરિ આશ.. એવી૦ ૪
જ્ઞાનજીવન ઉપસે નહિ જરાય,
રાજી રહે દાસમાં સદા સમાય.. એવી૦ ૫

મૂળ પદ

નથી મારે થાવું તમારા દાસ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0