આઠ વરસે પામ્યા ઉપવીત શ્રી ઘનશામ હરિ..૨/૪

આઠ વરસે પામ્યા ઉપવીત, શ્રી ઘનશામ હરિ;
શુભવરણી વેશ વિનીત, ચાલ્યા કુળ ત્યાગ કરી.  ટેક૦
સામું જોતા સહજ સમાધિ, અનંત જીવને થાય;
તેજપુંજમાં મંગળ મુર્તિ, દિવ્ય સ્વરૂપ દેખાય.  શ્રી૦ ૧
અંતસમે હરિજનને લેવા, ભક્તવત્સલ ભગવાન રે;
રથવેમાન સહિત મુનિ મંડલ, દેવત દર્શન દાન.  શ્રી૦ ર
મનવાંછિત લોકમાં તેને, આપે સુખ અપાર રે;
દીનોનાથ દયાળુ એવા, કરુણાનિધિ કરતાર;  શ્રી૦ ૩
સર્વગ્રંથનુસાર શિરોમણી અવનીના આધાર રે;
દેવાનંદ કહે દરશન કરતાં મટે જમના માર,  શ્રી૦ ૪ 

મૂળ પદ

સરવાર મુલક સુખરૂપ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી