વાસના મારી દેજો નિવારી૨ વાલા તમને કહું પોકારી /૨

વાસના મારી દેજો નિવારી, વાલા તમને કહું પોકારી..વાસના૦ ૧
કહું છું મારે મને વિચારી, તમ વિના સર્વે દેજો વિસારી..વાસના૦ ૨
અંતર આશા ભારે નઠારી, ભરી છે હૈયે દુઃખ દેનારી..વાસના૦ ૩
એક જ આશા રહે તમારી, એવું મુજને આપો મુરારી..વાસના૦ ૪
ઘણી છે મુજમાં કસર સુખારી, સર્વે ટાળો તમે દુઃખારી..વાસના૦ ૫
મારા મનમાં સદા તમારી, પ્રેમે મૂરતિ રાખું સંભારી..વાસના૦ ૬
આપો એવું દયા દિલ ધારી, જ્ઞાનજીવનના પાવનકારી..વાસના૦ ૭

મૂળ પદ

નાથ તમારો દાસ બનાવો

મળતા રાગ

શરણે તમારે આવ્યો છું હરિ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી