દાસ થાવુ છે મારે દાસ થાવુ છેઓ સ્વામી સહજાનંદ તારા દાસ થાવું છે ૧/૧

દાસ થાવું છે મારે દાસ થાવું છે
ઓ સ્વામી સહજાનંદ તારા દાસ થાવું છે.. ટેક.
સદા છો તમે શરીરી મારા, હું છું શરીર તમે છો આધારા,
કરો એવી દયા, મારા હરિ હૈયા, મારે પાસ થાવું છે.. દાસ૦ ૧
વાયુ આધારે ધ્વજપૂછ વળે, તવ ઇચ્છામાં મુજ મન ભળે,
જળે પત્ર વહે, સદા રાજી રહે, એવા ખાસ થાવું છે.. દાસ૦ ૨
જ્ઞાનજીવનને હેતે હેતાળુ, સદા દાસત્વ દેજો દયાળુ,
અતિ કરી પ્રીતિ, તારું હૈયું જીતી, તારો વાસ થાવું છે.. દાસ૦ ૩

મૂળ પદ

દાસ થાવું છે મારે દાસ થાવું છે

મળતા રાગ

સુખકારી છે આનંદકારી છે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી