અળગા ન મેલું હો અબલીલા..૨/૪

 અળગા ન મેલું હો અબલીલા,

રસિયા કાન રંગીલા હો છેલા...                     અળગા
જેરે જોય તે તમને આણીઆણી આલુ,
તમથી નથી બીજું વાલું હો છેલા...                  અ. ૧
તમને જોઇને મારાં ઠરે છે જો નેંણા,
વાલા લાગે તમારાં વેણાં હો છેલા...                અ. ર
આવો ગુમાની છાંની મુરતિ તમારી,
રાખું હૃદિયામાં ગિરધારિ હો છેલા                    અ. ૩
પૂર્ણાનંદ નાથ પધારો,
વાલમ વાલપ વધારો હો છેલા...                     અ. ૪

મૂળ પદ

દૂર નહીં મેલું હો દિલજાની

રચયિતા

પૂર્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી