રહેજો હુમા વસી તમે જશો નહિ ક્યાય તમો જો જાઓ તો મારું હૈયું ફાટી જાય ૨/૧૬

રહેજો હુંમાં વસી તમે જશો નહિ ક્યાંય,
તમો જો જાઓ તો મારું હૈયું ફાટી જાય...૧
અવલંબન તુજ હીન મને નવ રહેજો,
સદા મારો જીવ વ્હાલા તુંમાં ઝડી લેજો...૨
તારા વિના કદિ બીજુ કાંઇ નવ દેખું,
એક જોઇ તને મારા મહા ભાગ્ય લેખુ...૩
મળવું છે મારે તને જોતું નથી કાંઇ,
મળો એક તમે મને બીજુ દુઃખદાઇ...૪
જ્ઞાનજીવન માંગે એક તમને જ સ્વામી,
તમારામાં મારે સદા જાવું છે જો જામી...૫

મૂળ પદ

તમારા વિના મને કાંઇ નવ દેશો

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી