અલબેલાની આંખડી લાગી આંખડી લાગી ઉતરી આગી..૨/૪

 અલબેલાની આંખડી લાગી, આંખડી લાગી ઉતરી આગી

ઉરમાં આરમ પાર જો મુંને, અલબેલાની આંખડી લાગી.         ટેક.
લોચન તીખાં બાણ સરીખાં ચોટેલ ચીત્તડામાંય,
ઘાયલ થૈને ઘુમતી ડોલું બોલું તો ન બોલાય, જો મુંને            અ.૧
ભ્રમર ભ્રકુટી વાંકડી એની કરડી શાંમક બાણ,
પ્રેમ પ્રત્યંચાપુર લૈ મારેલ ઉર લોચનીયા બાણ જો મુને.        અ.ર
અતિ અટારે નેણ ન જારે ખુબ પમાડેલ ખેદ,
પૂર્ણાનંદકે પ્રીતમે કીધલ છાતલડીમાં છેદ, જો મુને.                અ.૩
 

મૂળ પદ

માવે મુંને મીટડી મારી

રચયિતા

પૂર્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી