શાતિ સ્વરૂપ શ્રીજી શાતિમા રાખો ઘાટ કોઇ નવ થાય મને ભવ આખો ૬/૧૬

શાંતિ સ્વરૂપ શ્રીજી શાંતિમાં રાખો,
ઘાટ કોઇ નવ થાય મને ભવ આખો...૧
રહું તમ સાથે હું તો ભૂલી અન્ય સર્વ,
કરુ નહિ વ્હાલા કોઇ વાતનો હું ગર્વ...૨
સાંભળજો સ્વામી મારા પ્રાર્થના આ મારી,
સેવક જાણીને મને લીયોને સ્વીકારી...૩
તજશોમાં કદિ મને એજ માંગુ પ્યારા,
દુઃખસાગર દુનિયામાં તમે છો કીનારા...૪
જ્ઞાનજીવન કહે મારે હરી ફરી તમે,
તમે મળે હરિ મારા સર્વે દુઃખ સમે...૫

મૂળ પદ

તમારા વિના મને કાંઇ નવ દેશો

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી