અમને ઉજડ સૌ લોક તમ વિના વાલા રે..૨/૪

 અમને ઉજડ સૌ લોક તમ વિના વાલા રે,

શામળીયા તમારો શોક ધર્મના લાલા રે.                     ૧
થયું જીવત અમને ઝેર, તમ વિના વાલા રે,
ઘનશામ આવો હવે ઘેર, ધર્મના લાલા રે.                    ર
ભાંગ્યુ મધ્ય દરિયે જેમ વાણ, તમ વિના વાલા રે,
લેજો ઉગારી જીવન પ્રાણ, ધર્મના લાલા રે.                 ૩
અમને શી રીત શાંતિ થાય, તમ વિના વાલા રે,
પૂર્ણાનંદ કે પ્રાણ ન જાય ધર્મના લાલા રે.                  ૪

મૂળ પદ

આવું ઓચિન્તુ એક સાથ

રચયિતા

પૂર્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી