અમને શોકનો સિંધુ ઉર આવો અલબેલા રે..૩/૪

 અમને શોકનો સિંધુ ઉર, આવો અલબેલા રે,

પાતળિયા ભરેલો પુર, છોગાળો છેલા રે.                     ૧
દુઃખ ડુંગરડા દીલમાંય, આવો અલબેલા રે,
તમ વિના એ અલગા ન થાય, છોગાળા છેલ રે.          ર
તમને યાદ કરે દુઃખ થાય, આવો અલબેલા રે,
વાલા વિસાર્યા કેમ જાય ? છોગાળા છેલા રે.               ૩
તમે નિર્દયી થ્યા કેમ નાથ ? આવો અલબેલા રે,
પૂર્ણાનંદ કહે અપમાથ, છોગાળા છેલા રે.                    ૪

મૂળ પદ

આવું ઓચિન્તુ એક સાથ

રચયિતા

પૂર્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી