શુ કરવા થયો છું ત્યાગી દેજો તેનુ ભાન અખંડ ભજુ હું પ્યારા શ્રીજી ભગવાન ૧૦/૧૬

શું કરવા થયો છું ત્યાગી દેજો તેનું ભાન,
અખંડ ભજુ હું પ્યારા શ્રીજી ભગવાન...૧
છોડી તુંને કદિ બીજે રવાડે ન ચડું,
મારે ધર્મે રહી જીવ મૂરતિમાં જડું...૨
જે છે કરવાનું મારે એને નવ ભૂલું,
જગ કેરી મીથ્યા મોટાઇ દેખી નવ ફુલું...૩
તમ વિના બીજો ઘાટ બળબળતો ડામ,
એવું કરી આપો મારા પ્યારા ઘનશ્યામ...૪
જ્ઞાનજીવન માંગે વ્હાલા અખંડ વરતિ,
તેલધારાવત્ મારે રહેજો આ મૂરતિ...૫

મૂળ પદ

તમારા વિના મને કાંઇ નવ દેશો

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી