કરવાનુ છોડી હું તો કરુ નહીં બીજુ, જોઇ રહું તમ સામું બીજે નવ રીજુ ૧૧/૧૬

કરવાનું છોડી હું તો કરુ નહીં બીજુ, 
જોઇ રહું તમ સામું બીજે નવ રીજુ...                 ૧
સત્ય માનું સ્વામી તને બીજુ સર્વે ખોટું, 
ખોટી દુનિયામાં મારે નથી થાવું મોટું...             ૨
પારકી પંચાતું છોડી સદા ભજુ શ્રીજી, 
એવી મારી આશા પુરો હરિ તમે રીજી...            ૩
એક પળ મુકું નહિ પ્યારુ તારું રૂપ, 
બ્રહ્મરૂપે રહી થાવું હરિ તતરૂપ...                
જ્ઞાનજીવન માંગે વ્હાલા આશરો તમારો, 
પળ એક ભૂલુ નહીં શ્રીજી સાથ તારો...              ૫ 

મૂળ પદ

તમારા વિના મને કાંઇ નવ દેશો

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી