અળગા ન દેખુ હરિ કદિએ મુજથી હરિ મારે વિષે બેઠા માનું એવું નક્કી ૧૪/૧૬

 અળગા ન દેખુ હરિ કદિએ મુજથી, 

હરિ મારે વિષે બેઠા માનું એવું નક્કી...            
બીજાને કર્તા માનીને દુઃખી નથી થાવું, 
નથી તુંથી કોઇ મોટો સમજુ હું આવું...             
તારા વિના સર્વે છુટે તેમાં રાજી રહું, 
જાતા સર્વે જગ છેટું કાંઇ નવ કહું...                 
તમમાં આસકિત એક બીજો સત્સંગ, 
એટલામાં મને વ્હાલા રહેજો ઉમંગ...              
જ્ઞાનજીવન હરિ પ્યારા પળ ન વિસારે, 
હરિ હરિજન વિના અન્ય ન સંભારે...              

મૂળ પદ

તમારા વિના મને કાંઇ નવ દેશો

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી