સુખ આવે મને સદા તમારે જ સગે ધારુ તારું રૂપ મારા હૈયામાં ઉમંગે ૧૫/૧૬

સુખ આવે મને સદા તમારે જ સંગે,
ધારુ તારું રૂપ મારા હૈયામાં ઉમંગે...૧
અળગા ન મેલું ઘડી તમને હું સ્વામી,
શ્રીજી તમે સદા રહો હુંમાં અંતર્યામી...૨
તારા વિના નથી કાંઇ રહેવા આધાર,
તમે સર્વાધાર શ્રીજી છોજી મારો પ્યાર...૩
શરણું તમારું મને રહે દઢ ભારે,
ભુલુ નહીં ક્ષણ તમે છોજી મારી હાંરે...૪
જ્ઞાનજીવન મને સદા આવે ના ઉદાસી,
સમરથ જાણી રહું સદા વિશવાસી...૫

મૂળ પદ

તમારા વિના મને કાંઇ નવ દેશો

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી