આને જોઇને રે મુંને શું રે થયું..૪/૪

 આને જોઇને રે મુંને શું રે થયું,

હાંરે મુને શું રે થયું હો મુંને શું રે થયું - આને
મારગ જોતા મોહન મલીયો,
હાંરે એને સામું રે જોવાઇ ગયું. આને. ૧
સામું જોતા સુધબુધ ભૂલી,
હાંરે ચીત મારૂં રે એને મળવા ચયું. આને. ર
મોહન મંત્ર ભણી મારે વાલે,
હાંરે કાંમણગારે રે મુંને કાંઇક કયુ. આને. ૩
પૂર્ણાનંદ કે પીતમ નિરખી,
હાંરે મનમારૂં રે એમાં મોઇને રયું. આને. ૪

મૂળ પદ

તમારી મૂર્તિ રે જોઇ હદ

રચયિતા

પૂર્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી