અંતરના જામી શું કહીએ આપને ૧/૧

અંતરના જામી શું કહીએ આપને
નથી અજાણ્યું આપ થકી તલ ભારજો
ઓલવજો અવિનાશી ત્રિવિધ તાપને
અંતર સળગે એહ તણાં અંગારજો...... અંતરના..
પૂર્વ કર્મના ફળ ભોગવવા કારણે
આપ્યો મુજને ઇશ્વર આ અવતારજો
તે સમજીને રાખી ધીરજ ધારણે
દીનદયાળુ આવ્યો છું તમ દ્વારજો...... અંતરના..
મહાબળવંત પ્રભુજી માયા આપની
જગમાં ન મળે જોતાં એની જોડ જો
અનંત રૂપે ડંખ દીએ છે સાપણી
પ્રભુ ભજનમાં બાંધે મોટા ઓડજો...... અંતરના..
કામ ક્રોધના લડવૈયા સાથે લઇ
લોભ મોહના મારે છે બહુ મારજો
મત્સર માનતણાં મુંગા મોઢે દઇ
સળગાવ્યા આશા તૃષ્ણા અંગારજો...... અંતરના..
દાવાનળ સળગાવ્યો છે બહુ દુ:ખના
બળી મરે છે દાસ તમારો આજ જો
સ્વામી સહજાનંદજી સીંધુ સુખના
મનમોહન વ્હાંરે આવો મહારાજજો...... અંતરના..
ઓલવજો અવિનાશજી, ત્રિવિધતાપ અપાર
મનમોહન કરુણા કરી, સુફળ કરો અવતાર

મૂળ પદ

અંતરના જામી શું કહીએ

મળતા રાગ

ઓધવજીના સંદેશાનો

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી