આવોને શ્રીજી મહારાજ મારે ઘેરે આવોને શ્રીજી મહારાજ ૧/૧૦

 

આવોને શ્રીજી મહારાજ મારે ઘેરે, 
આવોને શ્રીજી મહારાજ... ટેક.
વાટલડી જોઉ વ્હાલા દિવસ ને રાતડી, 
કહેવી છે મારે વ્હાલા ઘણી ઘણી વાતડી, 
પધારો પ્યારા મારા રાજ.. મારે ઘેરે૦ ૧
ચુંબન કરીશ વ્હાલા ભેટીને ભાવથી, 
સાજન છો શ્રીજી મારા મોંઘેરા માવજી, 
છોડીશ બધી લોક લાજ.. મારે ઘેર૦ ૨
ક્યાંથી મળો રે તમે પ્રીતમજી પાતળા, 
આવો આવોને આજ આવો ઉતાવળા, 
જીવું છું નાથ તારે કાજ.. મારે ઘેરે૦ ૩
જમાડું મારે હાથે કરાવું હો જલસો, 
કહોને મારા વ્હાલા કેદિ તમે મળશો, 
જ્ઞાનના રાજાધિરાજ.. મારે ઘેરે૦ ૪

મૂળ પદ

આવોને શ્રીજી મહારાજ મારે ઘેરે

મળતા રાગ

ભીમપલાસી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
1
0