અહોહો અપરપાર કૃપા કરી અહોહો અપરંપાર ૪/૧૦

 અહોહો અપરંપાર કૃપા કરી, 

અહોહો અપરંપાર...                              ટેક.
રૂડા રૂપાળા તમે કોલ મને આપિયા, 
ટાંણે ટાંણે રે મારા સંકટ કાપિયા, 
બચાવ્યો મુજને અપાર...                     કૃપા કરી૦ ૧
જે કાંઇ રૂડા ગુણો હુંમાં છે શ્યામળા, 
તે છે તમારા તમે આપ્યા છે પાતળા, 
હું તો છું તારે આધાર...                        કૃપા કરી૦ ૨
આંસું અમારા હરિ જોઇ નથી શકતા, 
દુઃખ પડે તો તમે ક્યાંય નથી ટકતા, 
આવો છો સદ્ય કરી પ્યાર...                  કૃપા કરી૦ ૩
જ્ઞાનજીવનને વ્હાલા રાખો છો હાથમાં, 
પ્રેમે કરીને પ્રભુ રહો છો સાથમાં, 
છે મારા ભાગ્ય અપાર...                      કૃપા કરી૦ ૪

મૂળ પદ

આવોને શ્રીજી મહારાજ મારે ઘેરે

મળતા રાગ

ભીમપલાસી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી