વ્હાલા કરૂ વિનતિ હું ફરી ફરી એકવાર આવો મારે ઘેર હરિ ૧/૪

વ્હાલા કરૂં વિનંતિ હું ફરી ફરી,
એકવાર આવો મારે ઘેર હરિ...ટેક.
મેં તો જીવન કર્યુ તારે માટે શ્રીજી,
તારા વિના વાત નથી ગમતી બીજી,
એક તુંજ સર્વસ્વ છો મારૂં હરિ...એકવાર૦ ૧
મારી ઇચ્છા એવી તુંને લેવો સેવી,
નથી પ્રાપ્તિ બીજી તારી સેવા જેવી,
થઇ રાજી સેવા મને આપો હરિ...એકવાર૦ ૨
મહામુક્તો સંગાથે મેં નેડો બાંધ્યો,
તારી મૂર્તિ સંગાથે મેં જીવ બાંધ્યો,
જ્ઞાનજીવનનો પોકાર સુણજો હરિ...એકવાર૦ ૩

મૂળ પદ

વ્હાલા કરૂં વિનંતિ હું ફરી ફરી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી