તમ વિના કોઇ નથી નાથ મારું રે હેતે કરી હરિ તમને સંભારું ૧/૨

તમ વિના કોઇ નથી નાથ મારું રે,
હેતે કરી હરિ તમને સંભારું રે...૧
પ્રાણ પ્યારા પ્રભુજી મારા આધાર રે,
વ્હાલા મને આપજો તમારો પ્યાર રે...૨
હું તો વ્હાલા તમારો છું વેંચાણ રે,
જાણો મારા અંતર કેરી ઓ સુજાણ રે...૩
પિયા મારા હૃદયે રહેજો કરી વાસ રે,
જ્ઞાનજીવન માંગે છે એવું તમ પાસ રે...૪

મૂળ પદ

તમ વિના કોઇ નથી નાથ મારું રે

મળતા રાગ

સર્વે સખી જીવન જોવાને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી