શ્રી સહજાનંદ શ્યામ મળો રે, અક્ષર પર અવિનાશ..૧/૮

શ્રી સહજાનંદ શ્યામ મળો રે, અક્ષર પર અવિનાશ,
સખી જોને શ્યામને રે. ટેક.
અલબેલે અમદાવાદમાં રે, મંદિરમાં કર્યો વાસ. સ૦ ૧
સંતસભા મધ્યે આવીને રે, બેઠા પાટે બહુનામી, સ૦
શોભા તે શ્રી ઘનશ્યામની રે, નિરખી થાયે નિષ્કામી. સ૦ ૨
શોભે છે શ્રીહરિ સંતમાં રે, તારા મધ્યે જેમ ચંદ, સ૦
મૂર્તિ તે જોઇ મહારાજની રે, થાય અતિ આનંદ. સ૦ ૩
હરિવર હેતે શું હેરીને રે, ઉપજાવે જનને ઉમંગ, સ૦
બેઠા તે બહુ હેતે કરી રે, અવધપ્રસાદને સંગ. સ૦ ૪

મૂળ પદ

શ્રી સહજાનંદ શ્યામ મળો

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી