ચાલ સખી ચોંપે કરી રે જોવા જાયે જગદીશ,..૨/૮

ચાલ સખી ચોંપે કરી રે, જોવા જાયે જગદીશ, શોભે છે સંતમાં રે. ટેક.
મુગટ મણિમય શોભતો રે, હરિએ હેતે ધર્યો શીશ. શો૦ ૧
ભાલ તિલક કોઇ ભાત્યનું રે, કેસર કેરું કરેલ, શો૦
શામક બાણ સરીખડી રે, ભ્રકુટી રંગ ભરેલ. શો૦ ૨
નેણાંમેં નૌતમ નાથને રે, રાતી રૂપાળી રેખ, શો૦
નમણી તે નાથની નાસિકા રે, પ્રીત કરીને પેખ. શો૦ ૩
શી કહું શોભા કાનની રે, શ્યામ બિંદુ મહીં સાર, શો૦
અવધપ્રસાદને વાલમે રે, ગુચ્છ પહેર્યો કરી પ્યાર. શો૦ ૪ 

મૂળ પદ

શ્રી સહજાનંદ શ્યામ મળો

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી