જોને સખી જગદીશને રે તિલ એક ગોળ કપોળે..૩/૮

જોને સખી જગદીશને રે, તિલ એક ગોળ કપોળે,
તેની શોભા શી કહું રે. ટેક.
મરમાળી મૂછ રેખને રે, ધ્યાન ધરી મુનિ ખોળે. તે૦ ૧
અધર પ્રવાલા સરખા રે, દાડમ કળી જેવા દાંત, તે૦
શ્યામ ચિહ્‌ન છે દાઢમાં રે, નિરખીને થાય નીરાંત તે.૦ ૨
રૂપાળી ઉઠે છે રેખડી રે, મંદ મંદ હસતાં મુખ, તે૦
મીઠું મીઠું બોલી માવજી રે, આપે અલૌકિક સુખ. તે૦ ૩
ચિબુક ઉપર નાથને રે, કાળા છે સુંદર કેશ, તે૦
અવધપ્રસાદનો વાલમો રે, શોભે છે નટવર વેશ. તે૦ ૪

મૂળ પદ

શ્રી સહજાનંદ શ્યામ મળો

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી