સુંદર શ્રી ઘનશ્યામને રે. દાઢી હેઠો તિલ એક...૪/૮

સુંદર શ્રી ઘનશ્યામને રે, દાઢી હેઠો તિલ એક,
એને રાખું આંખમાં રે. ટેક.
કંઠ તે કંબુ સરીખડો રે, ભાળે છે ભક્ત અનેક. એ૦ ૧
જત્રુ તે જીવનપ્રાણની રે, જોઇને જન લલચાય, એ૦
અંશ તે ઉપડતા અતિ રે, દેખીને દુઃખ જાય. એ૦ ૨
ભૂજા ઉપર ભગવાનને, છાપના ચિહ્‌ન છે સાર, એ૦
કૂણિયું શ્યામની શોભતી રે, પામે નહિ કોઇ પાર. એ૦ ૩
પોંચા ઉપર ચિહ્‌ન છાપનાં રે, કાંડાં કઠણ બળવાન, એ૦
અવધપ્રસાદનો વાલમો રે, શોભે છે ભીને વાન. એ૦ ૪

મૂળ પદ

શ્રી સહજાનંદ શ્યામ મળો

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી