રૂડી અતિ રળિયામણી રે હરિની હથેળિયું રાતી,..૫/૮

રૂડી અતિ રળિયામણી રે, હરિની હથેળિયું રાતી,
ચોરે છે ચિત્તને રે. ટેક.
શ્યામ રેખું તેમાં શોભતી રે, અરુણ આંગળિયુંની પાંતિ. ચો૦ ૧
નખની તે કાંતિ જોઇને રે, લાજે છે શશી અરુ સરુ, ચો૦
કરભ ઉપર કેશ શ્યામ છે રે, દેખીને દુઃખ થાય દૂર. ચો૦ ૨
બેઉ ભૂજા બહુનામીના રે, જાનું સુધી જોને શોભે, ચો૦
ઉપડતી છાતી ઓપતી રે, જોઇ જોઇને જન લોભે. ચો૦ ૩
શ્યામ સ્તન શોભે ઘણાં રે, કેશ સહિત કરી જોર, ચો૦
અવધપ્રસાદ હરિ ચાંદમેં રે, જોવે છે જન ચકોર. ચો૦ ૪

મૂળ પદ

શ્રી સહજાનંદ શ્યામ મળો

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી