શોભા તે શી કહું ઉરની રે.શ્રી વચ્છ ચિહ્‌ન સહિત, .૬/૮

શોભા તે શી કહું ઉરની રે, શ્રી વચ્છ ચિહ્‌ન સહિત,
હેરે જન હેતશું રે. ટેક.
ઉદરે ત્રિવલી જોઇને રે, શાંતિ થાય છે ચિત્ત. હે૦ ૧
નાભિ તે ગોળ ગંભીર છે રે, કમળ કેરે આકાર, હે૦
શ્યામ કટિ ને ઉપરે રે, કનક કંદોરો સાર. હે૦ ૨
કેળ ને કરભ સરીખડા રે, સાથળ સુંદર શોભે, હે૦
જાનું જુગલ જગદીશના રે, લોચન નિરખીને લોભે. હે૦ ૩
પિંડિયું પ્રાણ આધારની રે, સુખને શાંતિ કરે છે, હે૦
અવધપ્રસાદના નાથને રે, નિરખીને નેણ ઠરે છે. હે૦ ૪

મૂળ પદ

શ્રી સહજાનંદ શ્યામ મળો

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી