જોને સખી ઘનશ્યામની રે સુંદર ઘૂંટિયું શ્યામ,..૭/૮

જોને સખી ઘનશ્યામની રે, સુંદર ઘૂંટિયું શ્યામ,
જીવું છું જોઇને રે. ટેક.
બેઉ ચરણ બહુનામીનાં રે, અતિ કોમળ અભિરામ. જી૦ ૧
અંગૂઠા આંગળિયું તણા રે, ચિહ્‌ન તે ચિત્ત હરે છે, જી૦
નખમણિ કાંતિ કરી રે, ચંદને ઝાંખો કરે છે. જી૦ ૨
જમણે અંગૂઠે તિલ છે રે, નિરખવા જેવો નિત્ય, જી૦
નખમાં તે ચિહ્‌નને જોઇને રે, પૂરણ વાધે પ્રીત. જી૦ ૩
મરમાળા મોહનલાલને રે, ચરણ તળે ચિહ્‌ન સોળ, જી૦
અવધપ્રસાદના નાથની રે, પાનિયું સુંદર ગોળ. જી૦ ૪

મૂળ પદ

શ્રી સહજાનંદ શ્યામ મળો

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી