હરિવર હેતે શું પે’રિયાં રે શોભિતા શણગાર..૮/૮

હરિવર હેતે શું પે'રિયાં રે, શોભિતા શણગાર,
શોભા તેની શી કહું રે. ટેક.
શ્વેત ધોતી પહેરી શામળે રે, કમર કસી કરી પ્યાર. શો૦ ૧
જરકસી જામો પે'રિયો રે, ઉપરણી અનુપ, શો૦
પેચાળી પાઘને ઉપરે રે, છોગાં ધર્યા સુખરૂપ. શો૦ ૨
બાંયે બાજુબંધ બેરખા રે, હૈડે ગુલાબના હાર, શો૦
વેઢ વીંટી કડાં સાંકળા રે, કુંડળ મકરાકાર. શો૦ ૩
નખશિખ મૂર્તિ નાથની રે, ધ્યાન ધરી લાવો ચિત્ત, શો૦
અવધપ્રસાદના નાથને રે, રાખો અંતરમાં નિત. શો૦ ૪

મૂળ પદ

શ્રી સહજાનંદ શ્યામ મળો

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી