સખી નારાયણ સર જોઇને રે હરિ મનમાં અતિ હખાય,..૪/૪

સખી નારાયણ સર જોઇને રે, હરિ મનમાં અતિ હખાય,
જેને સુધા સિધું સરખું કર્યું રે. ટેક.
એનો મહિમા તે શો કહું મુખથી રે, મોટા મોટા મુનિવર ગાય. જે૦ ૧
સખી સર્વર્ેે સખા સંગે લઇને રે, તેમાં હેતે હરિ નિત નહાય, જે૦
હરિ ડબકી મારે અતિ હેતશું રે, વળી ઝાલે સખાની બાંય. જે૦ ૨
વાલો પાટુડિયે રમે પ્રીતશું રે, તેને જોવા બ્રહ્માદિક ચ્હાય, જે૦
વાલો નરવિર સરમાં નાઇને રે, ફરે ત્રટમાં નિત હરિરાય. જે૦ ૩
સખી એ સર ત્રટ વૃક્ષ વેલિયું રે, તેનો મહિમા કહ્યો નવ જાય, જે૦
સખી અવધપ્રસાદના નાથે રે, અતિ વહાલુ લાગે મન માંય. જે૦ ૪

મૂળ પદ

સખી ભક્તિ ધરમના પુરમાં રે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી