દુઃખ દેજો દુઃખ દેશો મા કેદિ સુખ આ સુખ તો વાલાજી તુંથી કરે છે વિમુખ ૧/૪

દુઃખ દેજો દુઃખ દેશો માં કેદિ સુખ,
આ સુખ તો વાલાજી તુંથી કરે છે વિમુખ...૧
રોગ દેજો રોગ કેદિ દેશો નહિ ભોગ,
આ ભોગ તો વાલાજી તુંથી કરે છે વિમુખ...૨
વિષ દેજો વિષ પણ દેશોમાં વિષય,
વિષય વાલાજી તુંથી કરે છે વિમુખ-૩
ભાન દેજો જ્ઞાન પણ દેશોમાં સન્માન,
સન્માન તો વાલાજી તુંથી કરે છે વિમુખ...૪

મૂળ પદ

દુઃખ દેજો દુઃખ દેશો માં કેદિ સુખ

મળતા રાગ

સુખકારી છે આનંદકારી છે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી