બીક દેજો બીક આ બીક ઘણી ઠીક આ બીકથી વાલાજી મારે થવાય છે નજીક ૨/૪

બીક દેજો બીક આ બીક ઘણી ઠીક,
આ બીકથી વાલાજી મારે થવાય છે નજીક...૧
ભય તારો ભય એતો કરે છે નિર્ભય,
ભયથી વાલાજી મારે થવાય છે નજીક...૨
દેજો અપમાન પણ દેશોમાં સન્માન,
અપમાનથી વ્હાલા મારે થવાય છે નજીક...૩
છાનો સૌથી નાનો મને રાખો સદા નાથ,
જ્ઞાનને વાલાજી તેથી થવાય છે નજીક...૪

મૂળ પદ

દુઃખ દેજો દુઃખ દેશો માં કેદિ સુખ

મળતા રાગ

સુખકારી છે આનંદકારી છે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી