હરિ હવે હમણા ક્યાય ન જાશો જીવન મને છોડીને રે લોલ ૧/૧

હરિ હવે હમણાં ક્યાંય ન જાશો, જીવન મને છોડીને રે લોલ,
વાલા મારા જાશો તો ત્યાં જ રોકાશો, હેતલડુ જોડીને રે લોલ..૧
ત્યાં તો ઘણા પ્રેમી ભકતો અપાર, કે આવવા નહીં દીયે રે લોલ,
પછી મારે વિયોગ થાશે અપાર, કે હૈયું મારું તેથી બીયે રે લોલ..૨
રહો રહો રાજી થઇ મારા નાથ, કે કહો તેમ સદા રહું રે લોલ,
રહું આગે જોડી હરપલ હાથ, કે સાચવીશ બહુ બહુ રે લોલ..૩
વાલા મારા પ્રાણપ્યારા ભગવાન, કે હવે ક્યાંય નવ જશો રે લોલ,
આગે ઉભી ગાઉ તમારા ગુણગાન, કે મુજ ઘેર સદા વસો રે લોલ..૪
પાયે પડી વિનંતી કરું મારા પ્રાણ, રાખીશ રાજી બહુ બહુ રે લોલ,
જ્ઞાનજીવન કહે ઓ સર્વ સુજાણ, કે હવે જાજુ શું કહું રે લોલ..૫

મૂળ પદ

હરિ હવે હમણાં ક્યાંય ન જાશો

મળતા રાગ

માડી તું તો પાવાની પટરાણી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી