હેત કર હેત કર પ્રગટ ઘનશ્યામ શું..૧/૪

હેત કર હેત કર પ્રગટ ઘનશ્યામ શું,
રાખ્ય હરિ ઉરમેં મૂરતિ પ્યારી,
કોટી બ્રહ્માંડ કે કારન શ્રીહરિ,
એવા ઘનશ્યામ અંતરમેં ધારી. હે૦ ૧
શિર પર પાઘ ગુલાબી ધારી હરિ,
કાનમેં કુંડળ શોભે ભારી,
ભાલ વિશાળમેં તિલક કેસર કેરું,
નિરખતાં વશ થાય નરનારી. હેત૦ ૨
સુંદર કંઠમેં હાર ગુલાબકે,
બાંયે બાજુ બંધ પુષ્પ કેરે,
ઉર વિષે શ્રીવત્સ ચિહ્‌ન સોહે ઘણું,
નિરખતાં સુખ ઉર થાય તેરે. હેત૦ ૩
શ્વેત વસ્ત્ર નિત્ય ધારત શ્રીહરિ,
ચંચલ મૂર્તિ અતિ શોભે સારી,
અવધપ્રસાદકે નાથકું લે ભજી,
મુક્ત કરે સબ કષ્ટ ટારી. હેત૦ ૪

મૂળ પદ

હેત કર હેત કર પ્રગટ

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી