શરણ કર શરણ કર પ્રગટ મહારાજ કો..૩/૪

શરણ કર શરણ કર પ્રગટ મહારાજ કો,
અંતર તાપ સબેં પાપ ટારે,
જેહી જન પ્રગટ હરિ શરણે તે આવિયા,
તેહી જન સુખ પામ્યા અપારે. શરણ૦ ૧
પ્રગટ હરિને તજી પ્રોક્ષને જે ભજે,
તે જન મૂર્ખ હે નરનારી,
જાહ્‌નવી નીર તજી કૂપ ખોદે તિહાં,
પ્યાસ ન જાવે તે થાવે ખુવારી. શરણ૦ ૨
શ્રી હરિકૃષ્ણ વિના ઓરકો આશરો,
કરત હરિજન વ્ઉભિચારી જાણો,
કહત હરિ-સંત એક ઇષ્ટ ધારો હરિ,
પૂરણ ભક્ત તેહી પ્રમાણો. શરણ૦ ૩
પ્રેમ ભક્તિ વિના રીઝત નહિ હરી,
વેદ પુરાણ કહે સત્ય વાણી,
અવધપ્રસાદકે નાથકું સુમર લે,
જાય સબ દુઃખ સુખ પામે પ્રાણી. શરણ૦ ૪

મૂળ પદ

હેત કર હેત કર પ્રગટ

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી