સ્વામિનારાયણ પ્રગટ પુરુષોત્તમ..૪/૪

સ્વામિનારાયણ પ્રગટ પુરુષોત્તમ,
ઇષ્ટ ધારી ભજો નરનારી,
શુક નારદ બ્રહ્માદિ દેવ સબ,
ધ્યાન ધરે જેહી ત્રિપુરારિ. સ્વામિ૦ ૧
શ્રી ઘનશ્યામકી મૂર્તિ શોભે ઘણી,
નિરખતાં પાપ સંતાપ ટારે,
શીત પોયણ સમ ઉદરમેં ત્રિવળી,
નિરખતાં મુનિવર ધ્યાન ધારે. સ્વામિ૦ ૨
શ્યામ સુદંર કે ચરણમેં ચિહન હે,
ધ્યાન કરે જેહી ભક્ત સારે,
તેહી હરિભક્ત ઉર વાસ કરીને હરિ,
જ્ઞાન વૈરાગ્ય ભક્તિ વધારે. સ્વામિ૦ ૩
ભક્ત આધિન ભગવાન પોતે હરિ,
પરમ પ્રીતે કરી નિત્ય સેવે,
અવધપ્રસાદકે નાથ તે ભક્તકું,
ધામ અક્ષરમાંહી વાસ દેવે. સ્વામિ૦ ૪

મૂળ પદ

હેત કર હેત કર પ્રગટ

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી