જોજો વ્હાલા મૂર્તિ વિના કાઇ આપશો નહિ એક હરિ મળો તમે બીજુ આપશો નહિ ૧/૧

જોજો વ્હાલા મૂર્તિ વિના કાંઇ આપશો નહિ,
એક હરિ મળો તમે બીજુ આપશો નહિ...ટેક.
તારા વિના કોઇ મને સંકલ્પ જ થાય નહિ,
મૂર્તિ બારુ મન મારું ભૂલ્યે પણ જાય નહિ,
એવી હરિ કરો કૃપા જો જો ભૂલશો નહિ..એક હરિ૦ ૧
તારા આકાર વિના નાશ બધુ થાય છે,
મુક્તો સર્વે તો તારે આકારે જ થાય છે,
દેવો ઇોંેંરો જેવું પદ આપશો નહિ..એક હરિ૦ ૨
મૂર્તિના સુખમાં રહું એ જ એક અનુભવું,
જો જો ઇચ્છ્યા ન કરુ હું તુંજ વિના નવું નવું,
મૂર્તિ વિના બીજી કોઇ ઇચ્છા આપશો નહિ.. એક હરિ૦ ૩
મૂર્તિ વિના નાથ મારે કાંઇ કરવું નથી,
તારા વિના બીજુ કોઇ ધ્યાન ધરવું નથી,
જાણું માણું મૂર્તિ બીજુ જ્ઞાન આપશો નહિ..એક હરિ૦ ૪

મૂળ પદ

જો જો વ્હાલા મૂર્તિ વિના કાંઇ આપશો નહિ

મળતા રાગ

વાલા તારી મૂર્તિનું બંધન છે એવું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0